બાયો ગેસ એટલે શું?
છાણને એક ચેમ્બરમાં પાણી સાથે મિશ્રણ કરી ભરી અને ઓકિસજનની ગેરહાજરીમાં બનતો ગેસ જે રસોઇ કરવા તેમજ લાઇટ માટે ઉપયોગમાં લઇ શકાય છે. જે ની કોઇ આડ અસર નથી.
ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની વિશેષતા:
- જમીનની જરૂરીયાત બહુ જ ઓછી (૨*૨ મીટર).
- નળાકાર ખાડાની ઉંડાઇ ૧.૫૫ મીટર અને ગોળાઇ ૧.૭૫ મીટર.
- ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ફકત ૨ થી ૩ કલાકમાં ફીટ કરી શકાય છે.
- ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ સાથે બુસ્ટર પંપ જોડાયેલ હોય છે જેથી ગેસનું પ્રેસર જળવાઇ રહે છે.
- કોઇ પણ જાતના સિમેન્ટ કોંક્રીટ કામ કરવાનુ રહેતું નથી.
- કોઇ કુશળ કારીગરની જરૂર નથી.
- આસાનીથી જાણવણી કરી શકાય છે.
- જે દૂધ ઉત્પાદક પાસે ઓછામાં ઓછા ૫ પશુ હોય તે આવો પ્લાન્ટ લગાવી શકે છે.
ફલેક્ષી બાયોગેસના ફાયદાઃ
- આ અત્યંત આધુનિક બાયોગેસ પ્લાન્ટ છે.
- ખુબજ ઓછા ખર્ચે પ્રસ્થાપિત કરી શકાય અને જાળવણી ખર્ચ નહિવત છે.
- પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી દુગઁધ રહિત હોય છે.
- આ સ્લરીનો ઉપયોગ સેન્દ્ગીય ખાતર તરીકે કરી જૈવિક ખેતી કરી શકાય છે.
- ગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી સેન્દ્ગીય ખાતર બનાવતી કંપનીને વેચાણ કરી આવકમાં વધારો કરી શકાય છે.
- આ પ્લાન્ટની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો ૧૦ વર્ષ સુધી કાર્યરત રહી શકે છે.
બાયોગેસ પ્લાન્ટની ખરીદીઃ
- ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ની હાલની કિંમત રૂ. ૨૮૫૦૦/-.
- પ્લાન્ટ ફીટ કરવાની જવાબદારી વેચાણ કરનાર કંપની રહેશે.
- પ્લાન્ટ ખરીદનારે ફકત ઉપર જણાવેલ માપ-સાઇઝ પ્રમાણે ખાડો કરવાનો રહેશે.
ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ચાલુ કરવા માટે ની જરૂરીયાતઃ
- પ્રથમ વખત ૨૦૦ થી ૩૦૦ કિલો તાજુ છાણ.
- ૩૦૦૦ થી ૪૦૦૦ લિટર પાણી.
- વાપરવા લાયક ગેસ ઉત્પાદન પ્રથમ વખત ૩૦ થી ૪૫ દિવસે થાય છે.
- દરરોજ ૩૦ થી ૪૦ કિલો છાણ અને તેટલી જ માત્રમાં પાણી નુ મિશ્રણ કરવાનું, જયાં સુધી પૂરેપૂરું મિક્ષ ન થાય, ત્યાર બાદ ગેસ પ્લાન્ટમાં મિશ્રણ ટાંકી દ્વારા નાખવાનું રહેશે.
એક પ્લાન્ટમાથી માસમાં ૨ થી ૩ એલપીજી ગેસના સીલીન્ડર જેટલો ગેસ ઉત્પન થાય છે.
|